Posts

Showing posts from November, 2022

ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રના જી. જી. સ્ત્રી અધ્યાપન મંદિર અને આશ્રમ શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Image
          ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વિવિધ જાહેર સ્થળો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ સહિતના સ્થળે મતદાનના સંકલ્પ સાથે મતદાર જાગૃતિનો સંદેશ અને શપથ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રના જી. જી. સ્ત્રી અધ્યાપન મંદિર અને આશ્રમ શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી મતદાનના શપથ લેવડાવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ પ્રચાર પ્રસાર ઝુંબેશ પુરજોશમાં

Image
પ્રથમ વખત મતાધિકાર મેળવનાર વિદ્યાર્થીઓને authentic voting માટે શપથ લેવડાવાયા જિલ્લાના તમામ બસ સ્ટેન્ડ પર ઓડિયો મેસેજ દ્વારા મુસાફરોમાં મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવાયો મતદાનમાં મહિલાઓની હિસ્સેદારી વધે એ માટે ગેસની બોટલ પર સ્ટીકર લગાવાયા            ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ડીડીઓશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરણા થકી નાયબ ચૂંટણી અધિકારીશ્રી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષ્યાંક ગ્રૂપ અન્વયે જુદી જુદી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યુવા મતદારોને મતદાન માટે આકર્ષવા માટે જિલ્લાની તમામ કોલેજોમ...

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

Image
          ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વિવિધ જાહેર સ્થળો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ સહિતના સ્થળે મતદાનના સંકલ્પ સાથે મતદાર જાગૃતિનો સંદેશ અને શપથ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ધાનેરામાં સૂર્યોદય કોલેજ તથા કે.આર.આંજણા કોલેજમાં મતદાર જાગૃતતા અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રોત્સાહિત કરી વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયાસો કરવા સંકલ્પ પત્ર ભરાવી શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિધાર્થીઓ સાથે વાલીઓ પણ મતદાન અને મતાધિકાર અંગે જાગૃત બને એ માટે વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ પાસે સંકલ્પપત્ર ભરાવી મતદાર જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.            ઉપરાંત પાલનપુર કરમાવત શૈક્ષણિક સંકુલમાં આવેલ બી.એડ. કોલેજ અને ડીસા કોલેજ ખાતે પણ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓને મતદાનના સંકલ્પ સાથે શપથ ...

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Image
કોલેજના વિદ્યાર્થીઓને મતદાન અંગેના શપથ લેવડાવાયા: લોક જાગૃતિ અર્થે જનસંપર્ક રેલી યોજાઈ           કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિધાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ ખાતે તા.12 નવેમ્બરના રોજ કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માં મતદાન અંગેની જાગૃતિ આવે તે હેતુથી મતદાન શપથ લેવડાવામાં આવ્યા હતા.             આ પ્રસંગે પ્રિન્સીપાલશ્રીએ વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ આવે અને દરેક વિદ્યાર્થી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બને એવુ પ્રેરક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો અને મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તે હેતુથી જન સંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત થરા શહેરના વિવિધ માર્ગો પર સુત્રોચાર કરીને "મતદાન શ્રેષ્ઠ દાન છે " "મારો મત પવિત્ર મત છે....

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

Image
  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે એમ.સી.એમ.સી. સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.         ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમ.સી.એમ.સી સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અ...

અવસર કેમ્પેઇન અંતર્ગત પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં યોજાયા મતદાન જાગૃતિના કાર્યક્રમો

Image
     ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 3.11.2022 ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં જ્યારે તારીખ 5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.       અવસર કેમ્પેઇનની ટેગ લાઈન છે,"અવસર લોકશાહીનો" તે સાચા અર્થમાં લોકશાહીનો અવસર બની રહે અને નિર્ભીક તેમજ પારદર્શક વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. આજરોજ પાટણ જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની શ્રમજીવી સોસાયટીમાં મતદાન જાગૃતિ માટે અહીં મજૂરી કરતા લોકો વધુને વધુ મતદ...