Posts

Showing posts from March, 2023

પક્ષીઓ ને ગમતું ઘર

મારા મનમાં એવું થાય છે કે આ પક્ષીઓને કાગળના, પુઠાના અને કુંભારના બનાવેલા માટીના ઘરો શું એમને ગમતા હશે. ઘણીવાર ઘણા બધા લોકો દ્વારા એક શુભ ભાવનાથી મોટા મોટા પક્ષીઘરો પણ બનાવવામાં આવે છે તો શું આ પક્ષીઓને આવા ઘરો આપીને શું ખરેખરમાં આપણે પક્ષીપ્રેમી બની જઈએ છીએ. મારી વાતનું જો કોઈ મિત્રોને ખોટું લાગે તો મને માફ કરશો પરંતુ હું એ જણાવવા માગું છું કે પક્ષીઓને ખરેખરમાં વૃક્ષો ઉપર જ રહેવું ગમે છે એમનો કલરવ એ વૃક્ષો ઉપર જ શોભે છે. આપણે બધાએ પૂંઠા ના ઘર કે માટીના ઘર બનાવવા કરતા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને તેમનું જતન કરવું જોઈએ જો વૃક્ષો હશે તો આપણને શુદ્ધ હવા પણ મળશે અને વૃક્ષોને રહેવા માટે પોતાનો સ્વપ્નનું ઘર મળી રહેશે. હું એવું માનું છું કે મોટા પક્ષીઘરો બનાવવા પાછળ કરવામાં આવતો ખર્ચ જો આવા વૃક્ષો વાવવા પાછળ અને તેમના જતન કરવા પાછળ જો કરવામાં આવે તો ખરા અર્થમાં પક્ષીઓને આપણે તેમનું ઘર આપી શકીશું.  મિત્રો આ ફક્ત આ મારા વિચારો છે જે હું કોઈના ઉપર આક્ષેપ કરતો નથી બસ આ એક મારી નમ્ર વિનંતી છે 🙏🙏