મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે આદ્યશક્તિ માં અંબાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા
રાજ્યપાલશ્રીનું અંબાજી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ભવ્ય સ્વાગત કરાયુ ગુજરાત સહિત દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધાર્યા હતા. તેમણે જગતજનની માં અંબાની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. હાલમાં આસો સુદ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અંબાજી આવી રહ્યા છે. અંબાજી દર્શને પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે ગુજરાત સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી માતાજીને પ્રાર્થના કરી હતી. અંબાજી પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલનું અંબાજી સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાજ્યપાલશ્રીએ શક્તિપીઠ અંબાજી ખાતે શીશ ઝુકાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અંબાજી ખાતેના નયનરમ્ય સ્થળ માંગલ્યવનની મુલાકાત લઈ વૃક્ષારો...