બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા


          ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વિવિધ જાહેર સ્થળો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ સહિતના સ્થળે મતદાનના સંકલ્પ સાથે મતદાર જાગૃતિનો સંદેશ અને શપથ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ધાનેરામાં સૂર્યોદય કોલેજ તથા કે.આર.આંજણા કોલેજમાં મતદાર જાગૃતતા અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રોત્સાહિત કરી વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયાસો કરવા સંકલ્પ પત્ર ભરાવી શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિધાર્થીઓ સાથે વાલીઓ પણ મતદાન અને મતાધિકાર અંગે જાગૃત બને એ માટે વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ પાસે સંકલ્પપત્ર ભરાવી મતદાર જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
           ઉપરાંત પાલનપુર કરમાવત શૈક્ષણિક સંકુલમાં આવેલ બી.એડ. કોલેજ અને ડીસા કોલેજ ખાતે પણ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓને મતદાનના સંકલ્પ સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું