પાલનપુર ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં કરેલા ગરીબ કલ્યાણના કામોના લીધે સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સર્જાયો છે---મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લાના ૫૬૨૦ લાભાર્થીઓને રૂ.૧૦૯.૮૮ કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું. પાલનપુર માર્કેટયાર્ડ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૫૬૨૦ લાભાર્થીઓને રૂ.૧૦૯.૮૮ કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણા દેશમાં દુનિયાનું સાૈથી મોટું લોકતંત્ર છે. આ લોકશાહી શાસનમાં લોકોને એમના અધિકારનું સરળતાથી મળે તે એમનો હક છે પરંતુ આ હક્કો ભૂતકાળમાં મળતા નહોતા એટલે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધ...