પાટણ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો / એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

જિલ્લાના 1802 યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા
        
રાજ્યમાં એક લાખ થી વધારે યુવાનોને રોજગારી / એપ્રેન્ટિસ પુરી પાડવાનું લક્ષયાંક નક્કી કરીને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તે અંતર્ગત જિલ્લા કક્ષાએ રોજગારી / એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ APMC હોલ, નવા ગંજ બજાર પાટણ ખાતે જિલ્લા પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
      રોજગારી / એપ્રેન્ટિસ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં 1802 યુવાનોને આજરોજ રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા છે. 
       આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યું કે સરકાર હંમેશા યુવાનોના હિતમાં કાર્ય કરે છે તથા તેમના ભવિષ્યને યોગ્ય ગતિ આપવાનું કાર્ય કરી રહી છે. આજરોજ આયોજિત રોજગાર નિમણૂક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરાર પત્રો વિતરણ કાર્યક્રમમાં જે ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો વિતરણ કરવામાં આવ્યા છે તે તમામ ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું.

       કાર્યક્રમમાં મહાનુભાવોના સંબોધન પછી રાજ્યકક્ષાના પ્રોગ્રામનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રોજગાર મેળવતા ઉમેદવારોને સંબોધ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પુર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી દિલીપભાઈ ઠાકોર, અધિક નિવાસી કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, આર.ટી.ઓ. અધિકારીશ્રી એસ.કે.ગામીત, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી એચ.એચ.ગઢવી , આચાર્યશ્રી આઈ.ટી.આઈ.વાગડોદ પી.સી.પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.
........................

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું