પોક્સોના કાયદાની જાગૃતિ માટે યુનિસેફના સહયોગથી તા. ૨૬ સપ્ટેમ્બર થી તા. ૨૦ ઓક્ટોબર દરમિયાન જિલ્લાની શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યકમ યોજાશે
નામદાર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરીટી (જીએસએલએસએ) દ્વારા પોક્સોના કાયદાનો લોકો સુધી વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે યુનિસેફ અને SAUHAD ના સહયોગથી ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જેઓ આપણા સમાજ અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને જેઓ સારા માર્ગે જાય અને દેશ અને સમાજને લાભ થાય તેવા કામ કરે એવા આશ્રયથી તા.૨૬/૦૯/ર૦રર થી તા.૨૦/૧૦/૨૦૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતની તમામ શાળા- કોલેજો સહિત બનાસકાંઠાની તમામ શાળા અને કોલેજોમાં પોક્સોના કાયદાનો પ્રચાર- પ્રસાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), પાલનપુર તેમજ જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં એન.જી.ઓ., લો-સ્ટુડન્ટ (કાયદાના વિદ્યાર્થીઓ), સામાજીક સંસ્થાઓએ જો સહકાર આપવા માંગતા હોય તો ડી.એલ.એસ.એ.ના સેક્રેટરીશ્રી, પી.પી.શાહના ટેલિફોન નંબર-૦૨૭૪ર-૨૬૧૪૯૫ ઉપર અને જિલ્લા અદાલતની કચેરીના સરનામે: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), ભોંયતળિયે, ન્યાય સંકુલ, જિલ્લા અદાલત, જોરાવર પેલેસ, પાલનપુરનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ શ્રી પી.પી.શાહની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Comments
Post a Comment