મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે આદ્યશક્તિ માં અંબાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા

રાજ્યપાલશ્રીનું અંબાજી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ભવ્ય સ્વાગત કરાયુ
ગુજરાત સહિત દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ
           મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધાર્યા હતા. તેમણે જગતજનની માં અંબાની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. હાલમાં આસો સુદ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અંબાજી આવી રહ્યા છે. અંબાજી દર્શને પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે ગુજરાત સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.
           અંબાજી પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલનું અંબાજી સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાજ્યપાલશ્રીએ શક્તિપીઠ અંબાજી ખાતે શીશ ઝુકાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અંબાજી ખાતેના નયનરમ્ય સ્થળ માંગલ્યવનની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું.
          આ પ્રસંગે મંદિરના વહીવટદારશ્રી આર.કે.પટેલ, દાંતા પ્રાંત અધિકારીશ્રી સિદ્ધિ વર્મા, નાયબ વન સંરક્ષકશ્રી અભયસિંઘ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું