ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

સાડા ત્રણ કરોડ રૂપિયાનું આ સંસ્થામાં દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલનું મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે સન્માન કરાયું.
   ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલમાં શ્રી જોગજી ચેલાજી ઠાકોર સાયન્સ વિભાગના છેલ્લા પાંચ વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયો હતો. જેમાં અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ અને શ્રી નંદાજી ઠાકોર, સોળગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, દાતાશ્રી સંજયજી ઠાકોર, પેથાણી વિદ્યાસંકુલના પ્રમુખ- મંત્રી કારોબારી સભ્યો શાળા પરિવાર આને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે દાતા શ્રી સંજયજી ઠાકોર દ્વારા સાયન્સ વિભાગના નામકરણના અંદાજિત રૂપિયા ૩૦ લાખનું દાન આપેલ જેમાં જરૂર પડે ફરીથી પણ દાન આપવાની આજે જાહેરાત કરી હતી.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું