જિલ્લા સેવા સદન પાટણ ખાતે ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. પાટણ જિલ્લામાં તા.૧૪ ઓક્ટોબરનાં રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે જેની પુર્વતૈયારીનાં ભાગરૂપે આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટીનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં દરવર્ષે સરકારશ્રી દ્વારા જરૂરીયાતમંદ લોકોને લાભ મળી રહે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે. આ વર્ષે તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરનાં આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાનાં અનેક લાભાર્થીઓ લાભ લેશે. 
પાટણ જિલ્લામાં ૧૫ ઓક્ટોબરનાં રોજ રાજય કક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન એ.પી.એમ.સી. શાકભાજી માર્કેટ ખાતે કરવામાં આવનાર છે આ ગરીબ કલ્યાણ મેળાની પુર્વતૈયારીનાં ભાગરૂપે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ યોજનાઓની સંલગ્ન કચેરીઓનાં અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા હતાં. સ્ટેજ કાર્યક્રમ થી લઇને કિટ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા અને સ્વચ્છતા તમામ કાર્યો સુચારુ રૂપે થાય તે અંગે કલેક્ટરશ્રીએ સુચન કર્યું હતુ અને અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
આજરોજ કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને આયોજીત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી,
અધિક જીલ્લા કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તેમજ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
...........

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું