અંબાજી ચાચર ચોકમાં આઠમા નોરતાએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બનાસકાંઠા તથા જિલ્લા વહીવટીતંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી ચાલુ વર્ષે શક્તિ પર્વ- ૨૦૨૨-૨૩ ના આયોજનના ભાગરૂપે તા. ૩ નવેમ્બર-૨૦૨૨ના આઠમા નોરતાએ એક દિવસિય નવરાત્રિ મહોત્સવનું આયોજન અંબાજી ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું. મા અંબાના ચાચર ચોકમાં બહોળી સંખ્યામાં માઇભક્તો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ એક દિવસીય કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકારશ્રી અનુરાધા પોડવાલ, આશિતા પ્રજાપતિ અને અમિત પ્રજાપતિના સંગીતગૃપો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.
Comments
Post a Comment