બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૨ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
જિલ્લા પંચાયતના કર્મચારી ખેલાડીઓ માટે ૧૦૦ મી. દોડ, ચેસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કેરમ, ગોળા ફેંક, કબ્બડી, વૉલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું.
બનાસકાંઠા જિલ્લા પંચાયત આયોજીત સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૨ અંતર્ગત તારીખ ૮ ઓક્ટોબર અને ૯ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ ઝોન ૧ માં વાવ, થરાદ, લાખણી, સૂઇગામ, ભાભર, દિયોદર, ડીસા, કાંકરેજ તાલુકાની વિવિધ સ્પર્ધાઓ ડીસા સ્પોર્ટસ કલબ ખાતે તથા ઝોન ૨ માં પાલનપુર, વડગામ, દાંતા, ધાનેરા, અમીરગઢ, દાંતીવાડા, જિલ્લા પંચાયત પાલનપુરની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જી. ડી. મોદી, આદર્શ વિદ્યાલય, જ્યૉર્જ ફીફથ ક્લબ ખાતે રાખવામાં આવ્યું હતું. આ સ્પોર્ટસનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ખેલાડીઓમાં સ્પોર્ટસ યુનિટી એન્ડ ફિટનેશ વિકસે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાન આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર, હિસાબી અધિકારીશ્રી અને સમગ્ર વ્યવસ્થાપન સમિતિનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતના તમામ સંવર્ગના કર્મચારી ખેલાડીઓ માટે ૧૦૦ મી. દોડ, ચેસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કેરમ, ગોળા ફેંક, કબ્બડી, પાસીંગ વૉલીબોલ, શૂટીંગ વૉલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૨ માં કુલ-૬૩૯ ખેલાડી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપની ઝોન : ૧ તથા ઝોનઃ ૨ ની મેગા ફાઇનલ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧૬ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ ડીસા સ્પોર્ટસ કલબ ખાતે સાંજે ૫:૦૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment