પાલનપુર તાલુકાના જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો એક્ટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

           હાલમાં સમગ્ર રાજ્યમાં બાળકો સાથે બનતી જાતીય સતામણીને ધ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટના માનનીય જજશ્રી સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન અને આદેશાનુંસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને યુનિસેફ સોહાર્દ ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોક્સો એક્ટ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના જગાણા ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે ધોરણ- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની માહિતી આપવામાં આવી હતી. 
                             આ પ્રોગ્રામમાં બાળકો સાથે થતી જાતીય સતામણી અને પોક્સો અધિનિયમ-૨૦૧૨ અન્વયે ગુનાઓ થતાં અટકાવવા તેમજ ગુનો આચરનાર માટેની સજા, બાળકોને રક્ષણ, સારસંભાળ, ગુના પહેલાં રક્ષણ, ગુનાની ગંભીરતા એ તમામ વિષે મહેમાનો દ્વારા માહિતી આપવામા આવી હતી. બાળકો ઉપર થતી જાતીય સતામણી અને બાળકો માટે આ કાયદો કેટલી સુરક્ષા પ્રદાન કરે છે તેમજ બાળકો સાથે થતા શારીરિક શોષણની ઘટનાઓને ધ્યાને લઈ તમામ કાયદાકીય બાબતોની માહિતી આ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય અતિથિ હાઇકોર્ટના જજ શ્રી રાહુલકુમાર ત્રિવેદીએ ખૂબ જ નિખાલસતાથી આપી હતી. આ પ્રોગ્રામ અંતર્ગત શાળા પરિવારના આચાર્યશ્રી લક્ષ્મણભાઈ માળી, બાળકો, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 
          આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી અને જજ શ્રી રાહુલકુમાર ત્રિવેદી, બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જજ શ્રી પી.પી શાહ, બાર એસોસિયેશનના ખજાનચી અને વિદ્વાન વકીલશ્રી પ્રકાશકુમાર ધારવા, વિદ્વાન વકીલ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય તથા આસિસ્ટન્ટશ્રી કિર્તીભાઇ પરમાર, સુપ્રિટેન્ડેન્ટ શ્રી જયેશભાઈ પટેલ, પીએલવી મદીનાબેન ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું